અજયકુમાર, ભાગલપુર: ભાગલપુરના નવગછિયા ગોપાલપુર વિધાનસભાના વિધાયક નરેન્દ્રકુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલનો એક ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થતા જ વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. કોઈ કહે છે કે આ વીડિયો જૂનો છે તો અનેક લોકો આ વીડિયો નવો હોવાનું જણાવી રહ્યા છે.
ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે ચર્ચિત IAS અધિકારી Ashok Khemka એ જણાવ્યો આ ફોર્મ્યુલા
મળતી માહિતી મુજબ વિધાયકના પૈતૃક ગામમાં ઓર્કેસ્ટ્રાનું આયોજન થયું હતું અને વિધાયક તે કાર્યક્રમમાં ઠુમકા લગાવી રહ્યા હતા. વીડિયોની શરૂઆતના ભાગમાં એક ભક્તિ ગીત વાગે છે જેના પર વિધાયક નૃત્ય કરી રહ્યા છે અને ગીત સમાપ્ત થતા જ ભોજપુરી ભાષામાં એક અશ્લીલ ગીત વાગવા માંડ્યું અને તેના ઉપર પણ વિધાયક ઠુમકા લગાવતા વીડિયોમાં જોવા મળે છે.
Corona Update: આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યા છે કોરોનાના કેસ!, ખાસ જાણો લેટેસ્ટ અપડેટ
જો કે આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે. આ સાથે જ વીડિયોની ચર્ચા વિસ્તારમાં પણ ખુબ થઈ રહી છે. જો કે વિધાયકના ડાન્સને લઈને હવે અનેક પ્રકારના સવાલ ઊઠી રહ્યા છે.
Bihar: भागलपुर के MLA का डांस वायरल हो रहा है, ठुमके लगाते दिखे विधायक गोपाल मंडल.@Jduonline @RJDforIndia @BJP4Bihar @INCBihar pic.twitter.com/oV2I79I61p
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) December 14, 2020
ચોંકાવનારી વાત એ છે કે બિહાર સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયેલું છે ત્યારે આવામાં સરકાર લોકોને સુરક્ષા વર્તવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરે છે. પરંતુ ભાગલપુરમાં તો તેના ધજાગરા જોવા મળ્યા.
દેશના અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ફ્રેશર કરતાં પણ ઓછી!
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેડીયુ વિધાયક નરેન્દ્રકુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલે કે ત્યાં સ્ટેજ પર હાજર અન્ય લોકોમાંથી કોઈએ પણ માસ્ક પહેરેલું ન હતું.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે